અન્ય વિગત
દરેક બ્લોકમાં સ્ત્રી દ્વારા મેઇન રસ્તાની સફાઈ અને ઘેર ઘેર થી ઘન કચરો ઊઘરાવીને રસ્તાની સફાઈ કરવામાં આવે છે.
પુરુષ કામદારો દ્વારા પ્રથમ ગટરની લાઈનો ઉભરાતી હોય તો તેની સફાઈ કરવામાં આવે છે.
તે સિવાય વધારાના સ્ટાફ પાસેથી જાહેર રસ્તાઓ અને ખડકીઓની અંદર સફાઈ કરાવવામાં આવે છે. તે સિવાય બીજી કોઈ નવી ફરિયાદ આવેલ હોય તો તેની અગત્યતાને ધ્યાને રાખી જરૂરી કામગીરી કરવામાં આવે છે. જેવી કે.......
(૧) મરણ પ્રસંગે બ્રશ સફાઈ
(૨) લગ્ન પ્રસંગે બ્રશ સફાઈ
(૩) ધાર્મિક તહેવારે બ્રશ સફાઈ
(૪) મારી ગયેલ જાનવરનો નિકાલ
(૫) બિન-વારસી લાશનો નિકાલ વિગેરે.
સદર સફાઈ કામદારોની અંદાજે ૧ર૭ કામદારની ઘટ ઉભી થાય છે. જેની સામે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ૧૦ ટકા કાપ કરતાં ર૭ જગ્યાઓ ર૬૭-ર૭-ર૪૦-પ૯-૧૮૧ એકસો એકયાંસી કામદારની ઘટની સામે સામે હાલ નગરપાલિકા ૧૬૯ સફાઈ કામદારો ઉચ્ચક પગારથી રાખી શહેરનો તમામ વિસ્તારની સફાઈની કામગીરી કરવામાં આવે છે.એટલે રોજંદારી કામદાર રાખતા પણ રર કામદારની ઘટ છે.
શહેરમાં તમામ જાહેર મુખ્ય રસ્તાઓ ની સફાઈ રાત્રે કરવામાં આવે છે જે તેમજ બાકીના રસ્તાઓની સફાઈ સવારનાં ૭-૦૦ થી ૧૧-૦૦ માં થાય છે. તેમજ શહેરનો ૬૦ ટકા વિસ્તારની પોળ, ખડકીઓ પણ સવારમાં ૭-૦૦ થી ૧૧-૦૦ માં સાફ કરવામાં આવે છે. બાકીનો ૩૦ ટકા વિસ્તાર બપોર પછી ર-૦૦ થી ૬-૦૦ માં કરવામાં આવે છે અને બાકીનો ૧૦ ટકા વિસ્તાર જે સફાઈની રોજે રોજ વંચીત રહે છે જે વિસ્તાર શહેરને બહારના બોર્ડરનો છે તેની સફાઈ દર ત્રીજે દિવસે કરવામાં આવે છે. તમામ વિસ્તારનો કચરો રોજે રોજ સફાઈ કામદારો હાથ લારી વડે રોડ પરથી, ખડકીમાંથી, એકત્ર કરી નજીકમાં આવેલ સબ ડેપો (કચરાપેટી) પર એકત્ર કરવામાં આવે છે. ત્યાંથી શહેરમાં આવેલ ર૧૬ સબડેપો (કચરાપેટી) પરથી નગરપાલિકાના ૬(છ) ટ્રેક્ટર દ્રારા ઉપાડવામાં આવે છે. જે અંગેની તપાસ નગરપાલિકાની સેનીટેશન વિભાગના ચીફ સેનીટરી ઈન્સ્પેકટરશ્રી અને સેનીટરી સબ ઈન્સ્પેકટરશ્રી રાખે છે અને જે કચરા પેટી કોઈ કારણસર ના ઉપડી હોય તો બીજા દિવસે ઉપાડવા માટે નોંધ આપી ઉપડે તેવા પ્રયત્નો કરે છે. શાક માર્કેટની અંદર પણ રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તેમજ શાક માર્કેટ અંદર પણ પડી રહેલો કચરો રોજે રોજ ઉપાડી સફાઈ કરવામાં આવે છે. તે જ પ્રમાણે મટન માર્કેટમાં આવેલ નીકળતા કચરાનો પણ રોજે રોજ નીકાલ કરવામાં આવે છે.
શહેરમાં અપાતું પીવાનું પાણી બ્લીંચીંગ પાવડર દ્રારા કલોરીનેશન કરી ટેલ એન્ડ પર ૦.પ પી.પી.એમ. કલોરીન મળી રહે તે પ્રમાણે કલોરીનેશન કરી સવાર સાંજ પાણી આપવામાં આવે છે ખંભાતની ખાર લેન્ડ હોવાથી શહેરનાં રહેઠાણોની પાણીની પાઈપો ધણા સમયે લીકેજ બનતી હોય છે. તેની પણ ચકાસણી કરી લીકેજ વિભાગ દ્રારા લાઈનોનું દુરસ્તીકરણ કરવામાં આવે છે જે દુરસ્તી કરતા પણ ફરીયાદ મળેથી તે દિવસે અથવા બીજે દિવસે દુરસ્ત કરી નિકાલ કરવામાં આવે છે. શહેરની અંદર જુદી જુદી જગ્યાએ આવેલ રાષ્ટ્રીય મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ દર મહીનાના પહેલા અઠવાડીયામાં કરવામાં આવે છે.
ખંભાત શહેર દરીયા કાંઠે આવેલ હોઈ શહેરની અંદર પવન સાથે દરીયાની વધુ પડતી ધુળ જાહેર રસ્તા ઉપર ભેગી થાય છે. જે ધુળ શહેરીજનોના આરોગ્યને નુકશાન કારક હોઈ તે ધ્યાને લઈ જાહેર રસ્તા ઉપર અને રોડની વચ્ચે આવેલ ડીવાઈડરની બંને બાજુ જે ધુળ એકત્ર થાય છે તે રોડ બ્રશ દ્રારા અઠવાડીયાથી પંદર દિવસમાં એક રાઉન્ડ લઈ રોડ ઉપર તેમજ આજુ બાજુમાં તમામ ધુળ ઉપાડી લઈ શહેરની નજીક આવેલ ખાડાઓ પુરવામાં આવે છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામે સરકારશ્રી દ્રારા સર્વે નંબર.૯૮૭ પૈકી ૧૬ એકર જમીન સરકારશ્રી દ્રારા ફાળવવામાં આવેલ છે. જે કામનો સ્કીલ્ડ સ્ટાફ નહી હોવાથી જે લેન્ડ ફીલ્ડ સાઈટ અને વર્મી કંમ્પોસ્ટ પ્લાન્ટ ચાલુ થાય તે કામની ટેન્ડરીંગ પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવશે.